મીંઢિયારાની સીમમાં જમીનમાં દાટેલો શરાબનો જથ્થો પોલીસે ઝડપ્યો
લખપત તાલુકાના મીંઢિયારીમાં જમીનમાં દાટેલો શરાબના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો હતો, જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જમીનમાં સંતાડેલ દારૂ શોધી કાઢવા મીંઢિયારી સીમમાં ખેતરમાં જમીનમાં ખાડો ખોદીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જમીનમાં છુપાવેલ દારૂની બોટલો મળી આવી હતી. આરોપી દૈવતસિંહ સતુભા જાડેજા પાસેથી મેકડોનાલ નંબર વન વ્હિસ્કીની 240 નંગ બોટલ કિંમત રૂા. 90 હજારનો શરબનો જથ્થો પોલીસે હસ્તગત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપી ભુરૂભા પ્રેમસિંહ સોઢાને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.