લાખોંદમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા

લાખોંદમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લાખોંદમાં બીએમસીબી કોલોનીની ઉગમણી બાજુ જૈન મંદિર સામે આવેલા બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ધાણી પાસે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 4650 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. અસલમ લતીફ ગગડા રહે. કુકમા
  2. મુસ્તાક લતીફ ગગડા રહે. કુકમા
  3. મહેશ ભીખા રાવલ રહે. કુકમા
  4. ગની હુસેન સંઘાર રહે. કંઢેરાઇ