સયાજીનગરી એક્સ. ટ્રેનમાં મુસાફરી કરી રહેલ 2 મુસાફરના 80,000ના સરસામાનની તસ્કરી
સયાજીનગરી એક્સ ટ્રેનમાં મુસાફરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ તથા પર્સની તસ્કરી કરી હોવાની ફરિયાદ ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે શ્રીકાન્ત સુબ્રમણીયમ પેડાપુરીએ ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાના પત્ની સાથે તા.9-4ના રોજ સયાજીનગરી એસ.ટ્રેનમાં અમદાવાદથી ગાંધીધામ આવી રહ્યા હતા. તેઓ બંને 1 વાગ્યાના અરસામાં મુસાફરી દરમિયાન સૂઈ ગયેલ હતા. સવારે 5 વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશન પહોચતા ફરિયાદીના પત્ની પાસે રહેલ ક્રીમ કલરનો પર્સ જોવા મળ્યો ન હતો. જેથી પર્સની આસપાસ તપાસ કરતાં કોઈ જાણકારી મળેલ નહિ તે દરમિયાન સદર ટ્રેનમાં સુરત થી ચડેલ મુસાફર નીતુ દીપકસિંહ રાજપુતનો પણ મોબાઈલ ફોન ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીનો પર્સમાં રહેલ એરપોર્ટ નંગ 2 કિ.રૂ.16,000 તથા સોનાનું ચેઈન કિ.રૂ.50,000 તથા જીઓનું કિપેડ મોબાઈલ કિ.રૂ.1000 મળી કુલ કિ.રૂ. 67000 તથા નીતુ દીપકસિંહ રાજપુતનો મોબાઈલ ફોન કિ.રૂ. 13,000 મળી કુલ કિ.રૂ. 80,000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.