વરાડિયા આમરવાંઢ વચ્ચે યુવકની મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં યુવકનું મોત

acsident

અબડાસા તાલુકામાં મતિયાદેવના મેળામાંથી બાઇક દ્વારા પોતાના ગામ મોટી રાયણ (તા. માંડવી)પરત આવી રહેલા 21 વર્ષીય યુવાન ગૌરાંગ ભાણજીભાઇ ગરવાની બાઇક સ્લીપ થઇ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માઠી મળતી માહિતી અનુસાર મોટી રાયણમાં રહેતો 21 વર્ષીય યુવક ગૌરાંગ ભાણજીભાઇ ગરવા અબડાસા તાલુકામાં મતિયાદેવના મેળામાંથી પરત ઘરે જઇ રહ્યો હતો તે સમય દરમિયાન વરાડિયા આમરવાંઢ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યુવકની મોટરસાઈકલ જી.જે.-12- 3622 રોડ પર સ્લીપ થઇ જતાં યુવાન જમીન પર પટકાઈ ગયો હતો. આ ઘટનામાં યુવકને માથાંના ભાગે તથા  અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.