રાપરના રવમાં 1.73 લાખના જીરાની તસ્કરી
રાપર તાલુકાનાં રવમાથી ચોર 27 મણ જીરાની ચોરી કરી હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે સેવંતીભાઈ રાજપારભાઈ મોરબીયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગોઠિવાસ આવેલ દુકાનમાં અનાજ તથા રોકડિયા પાકની લે-વેચ કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદી સવારના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તેમને દુકાનની સારસંભાળ કરતાં ભિખુભા જાડેજાએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, દુકાનમાથી જીરાની બોરીઓ ચોરી થઈ ગયેલ છે. ફરિયાદીએ ઘટના સ્થળે જઈ તપાસ કરતાં પાછળના વાડાના દરવાજાનું તાળું તૂટેલ હાલમાં જોવા મળ્યું હતું. તેમજ ફરિયાદીની દુકાનની પાછળ લગાવેલ બારીમાં લોખંડના સળિયા તૂટેલ તેમજ પાછળનો દરવાજો તુટેલ નજરે પડ્યો હતો. દુકાનમાથી 27 મણ કિ.રૂ.1,73,880 ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યુ હતું. દુકાનમાં ચોરીનો રાત્રીના 8 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. પોલીસે આ અંગે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.