વોંધ પાસે અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મૃત્યુ

કચ્છના વોંધ અને મથલ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં હતા. ભચાઉ તાલુકાનાં વોંધ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હનીફ મામદ જત ને હડફેટે લેતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે મરણ જાહેર કરતાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.