જામનગરનો ઠગાઇનો શખ્સ છતીસગઢ ખાતેથી પકડાયો

જામનગરમાં બ્રાસપોર્ટના વેપારી ધનેશકુમાર પ્રાણલાલ ત્રિવેદી સાથે આજથી 3 વર્ષ પહેલા છેતરપીંડી કરવા અંગેના પ્રકરણમાં નાસ્તા-ફરતા મૂળ પંજાબના વિનયકુમાર ગુપ્તા નામના ઈસમને છતીસગઢમાંથી જામનગર લાવી અદાલત સમક્ષ રજૂ કરતાં તેના 3 દિવસની રિમાન્ડ મંજૂર થઇ છે. તેની સામે ચેક રિટર્ન બાબતની બીજી ફરિયાદો પણ નોંધાયેલી હોઈ જે બાબતે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.