ઉપલેટા નજીક કારે બાઇકને હડફેટે લેટાં બે યુવાનના મૃત્યુ

ઉપલેટાથી  દૂર કોલકીથી રબારીકા રસ્તા ઉપર કારે બાઇકને હડફેટે લેતા બે આદિવાસી યુવાનના બનાવ સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે એકને ઇજા પહોચી હતી. અકસ્માત બાદ પોલીસે કાર ચાલકની અટક કરી હતી. ઉપલેટાથી  દૂર કોલકી રબારીકા રસ્તા ઉપર કારે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇક ઉપર આવી રહેલા મનાભાઈ ચનીભાઈ રાડવા(ઉ.વ.32)  તથા નાનુભાઈ જગલીયાભાઇ રાડવા (ઉ.વ.27) નાના બે આદિવાસી યુવાનના બનાવ સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે રવજીભાઇ ચનીભાઈ રાડવા (ઉ.વ.30) ને ઇજા પહોચતા સારવાર માટે ઉપલેટા અને ત્યાંથી જુનગઢ ખાતે ખસેડાયા હતા. ત્રણેય યુવાનો મેરવદથી ઉપલેટા આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાબતે રવજીભાઈ રાડવાએ કાર ચાલક હાર્દિક અશ્વિનભાઈ કનેરીયા સામે ફરિયાદ લખાવતા ઉપલેટા પોલીસે કાર ચાલકની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *