નલિયા-નેત્રાની વીજલાઈનમાંથી 1.20 લાખના વાયરની ચોરી કરાઈ
આ અંગે નલિયા પોલીસ મથકે ગેટકોના નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા સુલેમાનભાઈ ગામીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, 14/3 સુધીમાં ટાવર લોકેશન ચેક કરી તેઓ રાજા પર ગયા હતા. ફરિયાદી તા. 1/4 ના પરત ફરી નલિયા-નેત્રા લાઈન ચેક કરવા નીકળેલ હતા તે દરમિયાન કુણાઠીયા ગામથી તેરા તરફ જતાં વીજ પ્રવાહ બંધ જણાયો હતો તેમજ એલ્યુમિનિયમના પેન્થર પ્રકારના વાયર કપાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આશરે 6900 મીટર વાયર કપાયેલ હતા જેની કિ.રૂ. 1,20,000ની આંકવામાં આવી છે. આ ચોરીની ઘટના 14-3ના સાંજ બાદ થી તા.1-4ના સવારના સમયગાળા દરમિયાન બની હતી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.