તંત્ર ની મીલીભગતથી જી.આઈ.ડી.સી માં ઓદ્યોગિક એકમો કોમર્સિયલ વપરાશ માટે ભાડે અપાયા…?
ભુજ જી.આઈ.ડી.સી એટલે ઓદ્યોગિક એકમો નું હબ કહેવાય, અહીંયા અલગ અલગ ઓદ્યોગિક એકમો ના પ્લોટ આવ્યા છે જે સરકાર પાસે થી ઓદ્યોગિક હેતુ માટે લીઝ પર સાવ મામુલી ભાડા પેટે ની રકમ ભરી ઓદ્યોગિક એકમો ના સંચાલકો એ ભાડે લીધા છે,પરંતુ હાલ ભુજ જી.આઈ.ડી.સી માં દ્રશ્ય સાવ જુદા જોવા મળે છે ઓદ્યોગિક એકમ ના પ્લોટ માં ઉદ્યોગ ની જગ્યાએ કોમર્શિયલ વપરાશ ના દ્રસ્યો વધારે જોવા મળે છે સરકારી કચેરી માં મામુલી ભાડુ ભરી ઉદ્યોગ હેતુ માટે લીધેલા પ્લોટો હાલ તગડા ભાડા વસૂલી ઓદ્યોગિક એકમો ના માલિકો એ પ્લોટો કોમર્સિયલ વપરાશ માટે ભાડે આપ્યા છે,સરકાર ની તિજોરી ને કેમ ચૂનો લગાવો એ જી.આઈ.ડી.સી માં જોવા મળે છે, આ બાબતે જયારે જી.આઈ.ડી.સી એસોસિયેશન ના પ્રમુખ અરવિંદ ભાઈ ઠક્કર ને પૂછ્યું તો તેમને સ્વીકાર્યું કે હા જી.આઈ.ડી.સી માં ઓદ્યોગિક એકમો માટે સરકાર શ્રી એ ફાળવેલા પ્લોટો કોમર્સિયલ વપરાશ માટે ભાડે આપવા માં આવ્યા છે અને કેવી રીતે આ પ્લોટ ભાડે આપી શકાય એની છટકબારી વિશે પણ જી.આઈ.ડી.સી ના પ્રમુખ એ જણાવ્યું હતું, આ અંગે જયારે જી.આઈ.ડી.સી ના સરકારી અધિકારીઓ ને પૂછવા માં આવ્યું તુ તેમને પણ ઓફ કેમેરા સ્વીકાર્યું હતું કે પ્લોટ નુ કોમર્સિયલ વપરાશ થાય છે અને તગડા ભાડા વશુલાય છે આ અંગે અમારી ટીમ તપાસ પણ કરી રહી છે, જી.આઈ.ડી સી માં જે પ્રમાણે ઓદ્યોગિક એકમો ની જગ્યાએ પ્લોટો નું કોમર્સિયલ વપરાશ કરવા માં આવી રહ્યું છે લાગે છે સરકારી અધિકારીઓ ની પણ મિલી ભગત આમાં જોવા મળી રહી છે તેવી લોકમુખે ચર્ચા છે