જખૌ સીમની પવનચક્કીમાંથી 14 હજારના વાયરની ચોરી….

જખૌ સીમની પવનચક્કીમાંથી 14 હજારના વાયરની ચોરી થવાની ઘટના જખૌ પોલીસ મથકે નોંધાઈ છે. જખૌ પોલીસ મથકે દિલીપસિંહ પતુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  29-4ના રાત્રે જખૌની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કી પાસે પેટ્રોલીંગ કરવા નીકળ્યા હતા તે દરમિયાન આશરે સાડા નવેક વાગ્યે તેમણે જાણ થયેલ કે, નં.M-747 પે એરર આવે છે. જેથી ફરિયાદીએ તપાસ કરતાં દરવાજાનું તાળું કોઈ ચાવી વડે ખોલી અજાણ્યા ચોરે અર્થિંગ વાયર કિં. રૂા. 14,400ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.