ચાંગડાઈમાં ફરી વાયરચોરી થતાં બચી : બોલેરો સાથે એક ઈસમ પકડાયો

ચાંગડાઈની સીમમાંથી પવનચક્કીમાંથી વાયર ચોરીને નાસેલો ટેમ્પો નદીમાં ફસાઈ જતાં ઇસમોઓ ટેમ્પો મૂકી ફરાર થતાં આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, ત્યારે ફરી આ જ વિસ્તારમાં બોલેરો ગાડી લઈને ચોરી કરવા આવેલા છ-સાત ઈસમોમાંથી એક ઈસમ પકડાયો હતો, જ્યારે બાકીના ચોરાઉ વાયર સાથેની બોલેરો મૂકી ફરાર થયા  હતા. ગઢશીશા પોલીસ મથકેથી મળેલ  વિગતો મુજબ ચાંગડાઈની સીમમાં સુઝલોન પવનચક્કીના ખાનગી સિક્યુરિટી ગાર્ડસ રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પવનચક્કી ઉપરથી વાયર ચોરી બોલેરો નીકળી ગઈ હતી. અન્ય સિક્યુરિટી ગાર્ડસે તપાસ કરતાં બીજી પવનચક્કી પર છ થી સાત ઇસમો વાયરની ચોરી કરી રહ્યા હતા. ગાર્ડસને જોઈ ચોર ફરાર થયા હતા. જેમાંનો એક ભાગતી સમયએ પડી જતાં પકડાઈ ગયો હતો. જેનું નામ મયૂરસિંહ હેમુભા જાડેજા (રહે. વિરાણિયા, તા. મુંદરા) હતું. આગળ બોલેરો ગાડી નં. જી.જે. 12 બીવાય 9053 વાળી મળી હતી, જેમાં ચોરાઉ વાયર 100 મીટર કિંમત રૂપિયા  પ0,000 મળ્યો હતો. ગઢશીશા પોલીસે ઝડપાયેલા મયૂરસિંહ ઉપરાંત બોલેરો ચાલક અને અજાણ્યા છ એક શખ્સો  વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.