મોડવદર ફાટક પાસે છરીની અણીએ 2 યુવકે લૂંટ ચલાવી…

આ અંગે વિજેન્દ્રસિંહ જુવાનસિંહ સોઢાએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ કંપનીના ટ્રેલરમાં ડ્રાઇવિંગ કરતાં રાજુકુમાર સાથે ટ્રેલરમાં લાકડા ભરી વર્ષામેડી ખાતે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં મોડવદર ફાટક પાસે પહોચ્યા ત્યારે ફાટક બંધ હોતા તેઓ ઊભા હતા. ત્યારે અચાનક એક નં પ્લેટ વિનાના બાઇક પર બે શખ્સો આવેલ અને ટ્રેલર ના દરવાજા પાસે આવેલ અને બને શખસોના હાથમાં છરી રહેલ હતી. તેઓએ છરી બતાવી ફરિયાદીના સાહેદ તથા ફરિયાદીને પોતાની પાસે રહેલ રૂપિયા આપી દેવાનું જણાવી એક આરોપીએ ફરિયાદીના ખીસ્સામાં રહેલ ડીઝલ ભરાવવાના 5500 રૂપિયા લઈ બાઇક પર બેસી ત્યાથી નાસી ગયા હતા. પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.