પોકસો ગુના કામે પકડ વોરંટના નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક સા. શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ,

જે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૦૯૬/૨૦૧૭આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ તથા પોકસો એકટની કલમ-૪.૮ મુજબના ગુના કામેના નામદારશ્રી અધિક ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીની પોકસો કોર્ટના પકડ વોરંટનો આરોપી મજીદ અખતર ખાન રહે-અચલપુર જિ-અમરાવતી-મહારાષ્ટ્રવાળો સન-૨૦૧૮ થી નાસતો ફરતો હોઇ જેથી પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ ટીમ બનાવી સદરહુ આરોપીને પકડવા સુચના આપેલ હોઇ જે અનવ્યે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.જે.જે.રાણા તથા સાથેના પોલીસ કર્મચારી મહારાષ્ટ્ર રાજયના અચલપુર ખાતે જઇ સ્થાનિક પોલીસ તેમજ ટેકનિકલની મદદથી પકડ વોરંટના આરોપીને પકડી પાડી નામદારશ્રી અધિક ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીની પોકસો કોર્ટ-ભુજ ખાતે રજુ કરતા સદર આરોપીનુ નામદારશ્રી કોર્ટએ જેલ વોરંટ ભરી આપતા આરોપીને પાલારા ખાસ જેલ હવાલે કરવામા આવેલ છે.

પકડેલ આરોપી:-

(૧) મજીદ અખતર ખાન ઉ.વ.૨૮ રહે-અચલપુર તા-અમરાવતી- મહારાષ્ટ્ર.

આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-

ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.જે.જે.રાણા તથા એ.એસ.આઇ.સંજયસિંહ અનુભા જાડેજા તથા પો.કોન્સ.અમીતભાઇ પ્રજાપતિ તથા કુલદીપદાન ગઢવીનાઓ જોડાયેલા હતા.