અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બળાત્કાર તેમજ એટ્રોસીટીના ગુનામાં આજીવન કેદની સજાના પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ ફરાર થયેલ કેદીને ઝુંબેશ દરમ્યાન પંચમહાલ જીલ્લાના હોલ ખાતેથી ઝડપી પાડતી ગાંધીનગર પેરોલ ફર્લો સોડક્રાઇમ બ્રાન્ચ – II
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2023/05/bf6c57c2-3de6-4b02-9ba2-4b5acc58b8af.jpg)
£302/0/80-12
અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વે ગુ.રા.ગાંધીનગર દ્વારા પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી, તેમજ જેલ ફરારી કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, તરૂણ દગ્ગલ સાહેબ, ગાંધીનગર જીલ્લા નાઓએ આ ઝુંબેશમાં અસરકારક કામગીરી કરવા સારૂ અને ફરારી કેદીઓને ઝડપી પાડવા માટે તેમજ તેઓના આશ્રય સ્થાનોની માહીતી એકત્રિત કરી કોમ્બીંગ કરવા સારૂ LCB-2 પો.ઇન્સશ્રી નાઓને મુહિમ હાથ ધરવા સુચન કરેલ,
જે અનુસંધાને LCB 2 પો.ઇન્સી એચ.પી. પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી ડી.ડી, ચાવડા તથા પો.સ.ઇ શ્રી કે.કે પાટડીયા તથા પો.સ.ઇ શ્રી આર.જી.દેસાઈ તથા પી.સ.ઇશ્રી એન.બી.રાઠોડ નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આ ઝુંબેશ દરમ્યાન જિલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા જામીન, પોલીસ જાપ્તામાંથી, તેમજ જેલ ફરારી કેદીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી જરૂરી વર્ક આઉટ કરી તેઓના આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા માટે તેઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બીંગની ઝુંબેશ હાથ ધરી સતત કોમ્બીંગનું આયોજન હાથ ધરેલ,
આ ઝુંબેશ દરમ્યાન આજરોજ એલ.સી.બી-૨ ના પેરોલ ફર્લો ટીમના ઇન્ચાર્જ પો.સ.ઇથી એન.બી.રાઠોડ નાઓની ટીમના એ.એસ.આઇ કિરીટકુમાર જેઠાભાઇ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે, માણસા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૪૧/૨૦૧૩ ઇ.પી.કો કલમ-૩૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટ-૪ તથા એટ્રોસીટી ક્લમ- ૩(૨),(૫) મુજબના ગુનાના આરોપી મુકેશજી આતાજા ઠાકોર રહે- રીદ્રોલ, તા માણસા, જી-ગાંધીનગર વાળાને નામદાર સેસન્સ કોર્ટે ઉપરોક્ત ગુનામાં કેસ સાબીત થતા તસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારેલ. જે ગુનામાં સજા ભોગવવા માટે સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી ન- ૬૧૫૦૪ થી સજા ભોગવી રહેલ.
મજકુર કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા-૧૦/૦૬/૨૦૨૦ થી તા- ૧૮/૦૬/૨૦૨૦ સુધીના વચગાળાના જામીન મંજુર કરેલ અને મજકુર કેદીને તા-૧૮/૦૬/૨૦૨૦ ના રોજ વચગાળાના જામીન ઉપરથી પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ પાકા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી હાજર ન થઇ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર થયેલ હોવાની માહીતી મળેલ જે અન્વયે એલ.સી.બી-ર ની ટીમ મજકુર ફરાર કેદીની માહીતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી. તે દરમ્યાન માહીતી પ્રાપ્ત થયેલ કે, મજકુર ફરાર કેદી મુકેશજી આતાજી ઠાકોર રહે- રીદ્રોલ, તા-માણસા, જી-ગાંધીનગર નાનો હાલમાં ધાબાડુંગરી, વિવેક હોટલની સામે કાચા છાપરા, તા-હાલોલ, જી-પંચમહાલ ખાતે છુપાયેલ હોવાની માહીતી આધારે એલ.સી.બી-૨ ની ટીમ હાલોલ ખાતે કેમ્પ રાખી વેશ પલટો કરી આયોજનબધ્ધ વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી મજકુર કેદીને તેની ઓળખ પ્રસ્થાપિત કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ
મજકુર પાકા કામનો કેદી અગાઉ સને-૨૦૧૬ ની સાલમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ અને બે વર્ષ બાદ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ અને કરીથી સને-૨૦૦ માં વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલ હોવાની હકીકત જણાઇ આવેલ.
પાછા કામના કેદીનું નામ
કેદી નં- ૬/૧૫૦૪ મુકેશજી આતાજી ઠાકોર રહે- રીદ્રોલ, તા-માણસા, જી-ગાંધીનગર
કામગીરી કરનાર પોલીસ ટીમ :-
પો.સ.ઇશ્રી એન.બી.રાઠોડ
પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર એ.એસ.આઇ કેતનકુમાર રમણભાઇ (ટેકનિકલ) પો.કો નરેન્દ્રસિંહ ભુપતસિંહ
એ.એસ.આઇ ઘનશ્યામસિંહ જીઙ્ગજી
એ.એસ.આઇ કિરીટકુમાર જેઠાભાઇ
ડ્રા, એ.એસ.આઇ રાજેન્દ્રસિંહ રામસિંહ