દાગીના ખરીદવાના બહાને જવેલર્સની દુકાને જઇ સોનીની નજર ચુકવી દાગીનાની ચોરી કરતી ટોળકીઓ પૈકીના બે આરોપીઓને યોરી કરેલ સોનાની વિટી સાથે પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧.

અમદાવાદ શહેરમાં બનતા મિલક્ત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ત્યાર્જ પોલીસ કમિશ્નરશ્રી પ્રેમવિર સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેક્ટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓની સુચના આધારે અ.હે.કો. અરવિંદ ભાઇ ડાહ્યાભાઇ બ.નં.૪૯૧૭ નાઓ સાથેના એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. અરવિદભાઇ ડાયાભાઇ બ.નં.૪૯૧૭ તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ બ.નં.૮૯૪૦ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે ગઇ તા.૨૭/૦૪/૨૦૨૩ ના રોજ સાંજના છ સાડા છ વાગ્યાના સુમારે બે મહિલા તથા બે ઇસમોની એક ટોળકી સોવા ચાણક્યપુરી શાક માર્કેટ ખાતે આવેલ નાકોડા જવેલર્સ નામની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને જઇ દાગીના કઢાવી સોનીની નજર ચુંકવી સોનાની વિટીની ચોરી કરનાર ટોળકી પૈકીના બે આરોપીઓ નં.(૧) અનીલ ઉર્ફે ભુંડયો સઓ મહેન્દ્રભાઇ ધીરૂભાઇ દંતાણી તથા નં.(૨) કરણ ઉર્ફે કાલુ સ/ઓ રાજુભાઇ ઉર્ફે જીજી ચેલાજી દંતાણી નાઓને ચોરી થયેલ સોનાની વિંટી મળી કુલ્લે કિ.રૂ.૩૯,૨૫૪/- ની મતાના મુદ્દામાલ સાથે પડી પાડી CRPC ક.૪)ડી. મુજબ ધોરણસર અટક કરી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- નં.(૧) અનીલ ઉર્ફે ભૂંડ્યો સ/ઓ મહેન્દ્રભાઇ વીરૂભાઇ દંતાણી ઉ.વ.૨૦ ધંધો. નોકરી રહે જીવીબેનના મકાનમાં, રબારી વાસ, રાણીપ બકરા મંડી, રાણીપ ગામ અમદાવાદ શહેર તથા નં.(૨) કરણ ઉર્ફે કાલુ સ/ઓ રાજુભાઇ ઉર્ફે જીજી ચેલાજી દંતાણી ઉ.વ.૧૯ રહે.ખુલ્લા ઝૂંપડામાં જોગણી માંની ચાલી, રાણીપ બકરા મંડી, રાણીપ ગામ અમદાવાદ શહેર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- પિળા કલરના નંગ વાળી ૬૮૨ ગ્રામ વજનની સોનાની વિટી નંગ-૧ કિં.રૂ.૩૪,૨૫૪/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૩૯,૨૫૪/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.