ભચાઉ તાલુકાનાં ચાન્દ્રોડી તથા રાયથળીમાં પવનચક્કીના કોપર વાયરની તસ્કરી
આ અંગે એન.બી.આર્બન સિક્યુરિટી સર્વિસમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પુષ્પેન્દ્ર ભાઈ ચંદ્રપ્રકાશ શર્માએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓને તા.30-4ના રાત્રિના ત્રણેક વાગ્યે જાણ થયેલ કે, ચાન્દ્રોડી સીમમાં પવનચક્કીના વાયરની ચોરી થયેલ છે. જેથી બીજા દિવસે સવારે તપાસ કરતાં ચાન્દ્રોડી સીમમાં આવેલ સર્વે નં.12, સર્વે નં.173 ,સર્વે નં.187/2 તથા સર્વે નં.161/2 માં તસ્કરો બંધ ઓરડીના તાળાં તોળી અંદર પ્રવેશી વાયરને ધારદાર હથિયાર વડે કાપી ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત તા.2-5ના પણ રાયથળી સીમમાં આવેલ સર્વે નં.71 માં આવેલ વાયરકાપી ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. આમ તપાસ કરતાં કુલ 385 મીટર વાયર તથા કોપરની પટ્ટી નંગ 42 મળી કુલ કિ.રૂ.98000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના તા.30-4 થી 2-5 દરમિયાન બની હતી. પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.