અમદાવાદ શહેર વિસ્તારમાંથી સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી “લરાઠી રાઇડર ગેંગ” ના બે સભ્યોને પકડી ચોરી કરેલા-૧૩ વાહનો કબ્જે કરી ૨૧ થી વધુ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઈ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઈ.શ્રી બી.યુ.મુરીમા તથા એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. વસંતભાઇ જીવાભાઇ તથા પો.કો. અલ્પેશભાઈ વાઘુભાઈ તથા પો.કો. શૈલેષભાઈ ચમનભાઇ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી
(૧) આશિષ સ/ઓ જાલમસીંગ મીણા ઉ.વ-૧૯ રહે:વાદિલા લા, ગામ-લરાઠી, તા- ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનને દધીચી બ્રીજ પાસેથી તથા (૨) અંકિત વેલારામ અહારી (મીણા) ઉ.વ.૨૨ હાલ રહે-એરીસ્ટો વન ફ્લેટની સાઇડ ઉપર, વૈષ્ણોદેવી સર્કલ પાસે, નિરમા યુનીવર્સીટીની પાછળ, ત્રાગડ અમદાવાદ શહેર મુળરહે, ગામ-માલ, પરમારવાડા ફલા, તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનને મેમનગર સૌરાષ્ટ્ર
પટેલ કન્યા છાત્રાલય પાસેથી ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી યામાહા આર-૧૫ મો.સા.-૦૩, પલ્સર મો.સા.-૦૬, ચામહા એફ.ઝેડ મો.સા.-૦૧, ટી.વી.એસ. અપાચી મો.સા.-૦૨, ડીલક્ષ મો.સા.-૦૧ કુલ્લે કિ.રૂ.૮,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપીઓ તેના મિત્રો તથા સબંધીઓ અવિનાશ શંકર અહારે તથા સુધીર જનાલાલ નનોમા તથા રાહુલ નારાયણ ડામોર તથા પ્રકાશ અમરા અહારે તથા લલીત રોત તથા રાજકુમાર સુરેન્દ્રજી ખોખરીયા (મીણા) તથા રાહુલ ખરાડી તથા પ્રકાશ માના બોડાત(મીણા) તથા રાહુલ થાવરાચંદ મીણા તથા પંખુ બરંડા તથા સોહન નાનજી બોડાત તથા સુનિલ શાંતા મીણા તથા મનીષ લક્ષ્મણ મીણા તમામ રહે- ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનનો અમદાવાદ શહેરમાં કડીયાકામ તથા સેન્ટીંગ કામની સાઇટો ઉપર કામ કરતાં અને મોડી રાત્રીના સમયે નક્કી કરેલ જગ્યાએ ભેગા થઇ માણસોની અવર-જવર ન હોય. તેવી જગ્યા ટાર્ગેટ કરી, સ્પોર્ટસ બાઇકોના લોક તોડી ડાયરેક્ટ કરી, બાઇકોની ચોરીઓ કરેલાની આરોપીઓની કબુલાત આધારે તપાસ કરતા નીચે મુજબના વાહન ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ થયેલ છે. જે આધારે જે-તે પો.સ્ટે.ને જાણ કરી આરોપીઓ મુદ્દામાલ મોકલી આપવા તજવીજ કરેલ છે. શોધાયેલ ગુનાઓ:-
(૧) સોલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૮/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૨) સોલા પો.સ્ટે. ગુ.ર.નં. ૭૮૦/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૩) સોલા પો.સ્ટે. ગુ.ર.નં. ૩૩૩/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૪) સોલા પો.સ્ટે. ગુ.ર.નં. ૩૧૩/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૫) સોલા પો.સ્ટે. ગુ.ર.નં. ૭૪૦/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૬) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૨૨/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૭) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૬૧૬/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૮) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૭/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૯) રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૭૭/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૧૦) સરદારનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૩૮/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૧) નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૮૧/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (પલ્સર) (૧૨) ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૪/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૩) ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૧૯/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૪) ગાંધીનગર પેથાપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૪૧૯/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૧૫) ગાંધીનગર ડભોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૭/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૬) ગાંધીનગર અડાલજ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૧/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૧૭) ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે. વિસ્તારમાંથી દશેક મહીના પહેલા ધોળાકુવા મોટો
ઠાકોરવાસ પાસેથી એક પલ્સર-૨૦૦ સી.સી, મો.સા.ની ચોરી કરેલ,
(૧૮) ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે. વિસ્તારમાંથી છએક મહીના પહેલા ધોળાકુવા મોટો ઠાકોરવાસ પાસેથી એક કે.ટી.એમ.-૨૦૦ સી.સી. મો.સા.ની ચોરી કરેલ.
(૧૯) રામોલ પો.સ્ટે. વિસ્તારમાંથી સાતેક મહીના પહેલા ટોલનાકા આગળથી એક યામાહા
આર-૧૫ મો.સા.ની ચોરી કરેલ. (૨૦) સાબરકાઠા હિમંતનગર મોતીપુરા સર્કલ પાસેથી આઠેક મહીના પહેલા એક બજાજ
ડીસ્કવર મો.સા.ની ચોરી કરેલ. (૨૧) નાના ચિલોડા પટેલવાસ પાસેથી આઠેક મહીના પહેલા એક બજાજ ડીસ્કવર મો.સા.નીચોરી કરેલ.