મંગવાણામાં ટ્રક પાર્ક કરવા બાબતે થયેલ બોલાચાલીમાં આરોપીએ ગે.કા. મંડળી રચી યુવકને મારમાર્યો
આ અંગે અશરત કાસમભાઈ રાયમાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.3-5ના તેઓ તેમના મિત્ર આશીફ હુસેન રામા વાળાની ટ્રક નં.GJ-12-Y-5631માં મિત્ર જાવેદ રામા તથા મોબીન રામા તથા રિયાઝ તથા અન્ય લોકો સાથે મંગવાણા ગામે ઈસ્માઈલ શાપિરની દરગાહે મેળામાં ગયેલ હતા. તે દરમિયાન ફરિયાદી તેમના મિત્રો સાથે બખમલાખડો જોઈ રહ્યા હતા ત્યારે અબાસ બાવાનો તથા સોકતઅલી તથા તેનો દીકરો અશલમ તથા લતીફ ભટ્ટી ત્યાં આવેલ અને ટ્રક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ફરિયાદી તથા તેના સાહેદે આરોપીઓને ટ્રક ફસાઈ ગયા હોવાનું અને થોડી વાર પછી કાઢી લઈશું તેવું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે આશીફ હુસેન રામા તથા રમજુ રામા આવી આરોપીઓને સમજાવતા તેઓ ત્યાથી ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી ફરી અબાસ બાવા તથા સોકતઅલી તથા અશલમ અને લતીફ ભટ્ટી અન્ય અજાણ્યા પાચેક શખ્સો સાથે આવી ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા અબાસ બાવાએ ફરિયાદીને લાકડી વડે માથાના ભાગે તથા નાક ઉપર શરીરે ઇજાઓ પહોચાડી હતી. તે વખતે મેળામાં આવેલ અન્ય લોકોએ ફરિયાદીને વધુ મારથી છોડાવ્યા હતા. ઉપરાંત આરોપીએ ફરિયાદીને મેળામાથી ચાલ્યા જાઓ નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદીને સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે માથાના ભાગે તથા નાકના ભાગે ટાકા તથા ફેકચર સહિતની ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે