પોલીસે 2 સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને ઝડપ્યા
પૂર્વ કચ્છમાં પોલીસે સામખિયારી તથા ગાંધીધામ એમ બે સ્થળે દરોડા પાડીને 9 જુગારીઓને પકડી પાડ્યા હતા.
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સામખિયાળીમાં તળાવની પાળ પાછળ બાવળની ઝાડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 6 પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂા. 10,200 તથા ચાર મોબાઈલ અને બે બાઈક એમ કુલ રૂા. 60,700નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- દીપક ગોરધન રાજપુત,
- સલિમ નૂરમામદ રાઉમા,
- રફીક અલીમામદ રાઉમા,
- ચિરાગ વિનોદ દવે,
- અમલીયારાના જનકસિંહ લખુભા જાડેજા,
- લગધીર પુંજા કોળી
બીજી દરોડો ગાંધીધામનાં જી.આઈ.ડી.સી. ઝુંપડા રામાપીરના મંદિર પાસે પાડ્યો હતો. પોલીસે મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રોકડ રૂા. 3020 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- દેવા રતાભાઈ પરમાર,
- દિનેશ લક્ષ્મણ પરમાર
- બાબુ હમીરા ગોહિલ