બિદડામાં ટ્રક રિવર્સ લેતા જતાં પાછળ બેઠેલ યુવક દરવાજામાં પટકાતાં કમકમાટીભર્યું મોત નીપજયું
માંડવી તાલુકાના બિદડાના ટ્રક રિવર્સ લેવા જવા ટ્રક ઉપર બેઠેલ મજૂર યુવાનનું માથું દરવાજાના એંગલમાં પટકાતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટનાથી પંથકમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.
બિદડાના પાંજરાપોળના ગોદામમાં ઘાસ ભરેલી ટ્રક નં. જી.જે. 31 ટી-4807 વાળી ઘાસ ઉતારવા આવી હતી તે દરમિયાન ટ્રક ઉપર બિદડામાં રહેતા 37 વર્ષિય મજૂર યુવાન દિનેશ રામજી મહેશ્વરી બેઠો હતો. ટ્રકના ચાલકે ટ્રક ગોદામમાં નાખવા રિવર્સમાં લેતા ઉપર બેઠેલા દિનેશનું માથું ગોદામના દરવાજાના એંગલમાં પટકાઈ જતાં ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. કોડાય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.