નોખાણિયા પાસે સામસામે ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો: એકનું મોત એક ગંભીરરીતે ઘાયલ

રાત્રે નોખાણિયા પાસે બે ટ્રેલર સામસામે અથડાઇ જતાં આ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ઉત્તરપ્રદેશના 35 વર્ષિય યુવાન ટ્રેલર ચાલક રાહુલસિંગ કૈલાસસિંગ રાજપૂતનું મોત નીપજ્યું હતું જયારે  બાજુમાં બેઠેલા સંજયકુમાર દેવીપ્રસાદ યાદવ (ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

 આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર કંડલાથી ખાવડા તરફ જઈ રહેલા જી.જે. 12 એઝેડ-9962  ટ્રેલર સાથે જી.જે. 12 બીજે-3551ટ્રેલર ચાલકે ટ્રેલર અથડાવતા ટ્રેલર ચાલક 35 વર્ષિય રાહુલસિંગ કૈલાસસિંગ રાજપૂત (ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું. , જ્યારે તેની બાજુમાં બેઠેલા સંજયકુમાર દેવીપ્રસાદ યાદવ (ઉત્તરપ્રદેશ)ને ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.