કેરા ગજોડ પાટીયા થી ગજોડ તરફ જતો રોડ બિસ્માર હાલતમાં
કેરા તા, ભુજ કેરા ગજોડ પાટીયા થી ગજોડ તરફ જતો રોડ સાવ બેકાર હાલતમાં સીંગલ રોડ હોતા સામે સામે વાહન આવતા રોડ નીચે ઉતરવા પડે છે પાછો રોડ ઊંચો હોવાથી સાઈડો ધોવાઈ ગઈ હોવાથી ટાયરો ને નુકશાન થયું હોય છે માત્ર ગજોડ નહિ આ રોડ બીજા ધણા ગામોને જોડતો રોડ છે ગજોડ, નાની તુંબડી, મોટી તુંબડી, ચૂંનડી, બાબીયા, બેરાજા, રામણિયા, એમ દરેકે ગામના લોકોની અવર જવર આ રોડ પર થાય છે માટે લોકો ત્રાસી ગયા છે મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી ટૂવ્હીલર ગાડીઓ પણ નથી ચાલી સકતી તો આ રોડ જલ્દી બને એવી દરેકે ગામ લોકો ની માંગ