મોંઘવારી અને ભ્રષ્ટાચારે લોકોને બાડીયા ભડકે હવે બાકી રહેતા લાઈટ બિલમા તોતીંગ વધારો
કેરા તા, ભુજ દરેક ચીજ વસ્તુઓમા ભાવ વધારાએ તો લોકોના બજેટમાં ખાડો પાડી દિધો તમામ વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે તો P.G.V.C.L.વારા પણ પાછળ કેમ રે એટલે લાઇટ બિલમા યુનિટના ભાવ ડબલ કરતા લોકો પરેશાન ક્યાંક બંધ મકાનોમાં પણ હજારો રૂપિયાના બિલ તો કોઈક ના બંધ મકાન ના એડવાંસ ભરેલા હોય છે તોય બિલ આવે છે બિલ વારાને પૂછો તો કહે એમા અમને ખબર નથી સાહેબ ને પૂછો પણ ક્યાં સાહેબ પૂછવું એ પણ ખબર નહિ ફોન કરો તો ઉપાડે નહિ ઓફિસે જાવ તો જવાબ મળે સાહેબ રાઉન્ડમા ગયા છે ક્યારે આવશે એ ખબર નથી આમે લાઇટ ના મેન્ટેનન્સ તો ક્યાંય સરખા થતાં નથી બિલ મોડું ભરાય તો દંડ વસુલાય છે દર મહિને જોવો તો દિવસના 3 થી 4 વાર લાઈટ બંધ થાય તો પણ આગલા મહિને બિલમાં વધારો થઈ જાય છે ગામ ના વાયરમેન ને કહો તો એમ કહે હમણાં જે આવીયુ છે એ ભરવું પડશે હું તપાસ કરુ છું પછી કઈ જવાબ મળતો નથી અને જો ક્યારેક મેન્ટેનન્સ માટે લાઈટ 5,6 કલાક બંધ હોય તો પેપરમાં નાની વિગત આપી દે છે જેથી લોકોને કઈ ખબર હોતી નથી શું બધાં લોકો પેપર વાંચે છે? પછી પૂછો તો કહે અમે પેપરમાં આપ્યું હતું જે 10% લોકોનેજ ખબર પડે છે તો ગામના વાયર મેન ને ગામ લોકોને જાણ કરવી જોઈને તેવું લોકોનું કહેવું છે તોય P.G.V.C.L. કાયમ ખોટમાંજ ચાલે છે દરેક કામોમાં આવેદનપત્ર આપો તોય પણ કામ થતાં નથી દરેકે સરકારી અધિકારીઓ કે નેતાઓ ને દેશના કામ માટે પબ્લિક વોટ આપે છે તમામ ટેક્ષ લોકો પાસે વસુલાય છે તો પછી કામ માટે આવેદનપત્ર કેમ આપવો પડે એમજ કામ થઈ જવા જોઈને ખેડૂતો ને નુકસાન થવાથી અમૂકજ જગ્યાએ સર્વ કરાય છે તેમાં પણ અમુકજ ખેડૂતો સુધી સહાય પહોંચે છે તેમાં પણ થોડા સાહેબો ને આપવા પડે છે દરેક કામોમાં કાંઈક આપો તો કામ આગળ વધે રોડો ના ક્યાય ઠેકાણા નથી કામ ચાલુ થાય વરી વચ્ચે બંધ થાય વરી લોકોને મિડીયા માધ્યમ થી કેવું પડે ત્યારે સાહેબ ને પૂછો તો કહે તપાસ કરું છું પણ એ તો સાહેબ ને પેલાથી ખબરજ હોય છે પણ કાંઈ મળ્યુ ન હોવાથી લોકોને ગોળ ગોળ ગુમાંવે છે આખરે મોંઘવારી અને ભ્રષ્ટાચારનો ક્યારે અંત આવશે? પોતાની મનમાની કરતી કંપનીઓ પર સરકાર દ્વારા કોઈ પગલાં લેવાશે? કે માત્ર ચૂંટણી ટાઈમે વાયદાઓ કરી પછી હમ કોન તુમ કોન કામ માટે ફોન કરો તો સાહેબ મીટિંગમા છે રજામા છે ગામડાઓમાં સરકારી પશુ દવાખાના છે ત્યાં કોઈ ડૉક્ટર હોતા નથી આખરે મોંઘવારી અને ભ્રષ્ટાચાર માંથી લોકોને ક્યારે મળશે મુક્તિ એ દેશની જનતા પૂછી રઈ છે પણ જવાબ આપવા માટે કોઈ નથી