ભુજમાં જુગાર રમતી 6 મહિલા ઝડપાઈ
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભાનુશાલી નગર પાછળ રઘુવંશીનગર જોષી ફળિયામાં કસ્તુરબેન મનુભા જાડેજાના રહેણાંક મકાનના આંગણામાં અમુક મહિલાઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી 6 મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે રોકડા રૂપિયા 6780 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- કસ્તુરીબેન મનુભા જાડેજા ઉ.વ.60 રહે. ભુજ
- દીપાબેન મહેશભાઈ દરજી ઉ.વ.36 રહે. માધાપર
- દમયંતીબેન લહેરિલાલ ભાનુશાલી ઉ.વ.55 રહે. ભુજ
- ગીતાબા ગુલાબસિંહ ચૌહાણ ઉ.વ.48 રહે. ભુજ
- હસતાબેન ધામેશગર ગૂસાઈ ઉ.વ.40 રહે. ભુજ
સંધ્યાબા પ્રહલાદસિંહ જાડેજા ઉ.વ.25 રહે. ભુજ