સનાતનિ હિન્દુઓ દ્વારા હનુમાનજી મહારાજની ગદા નું ભવ્ય સ્વાગત કરાયું

VHP: દરિયાઈ નગરી માંડવી જ્યાં દરિયાઈ વેપાર માં વિશ્વ આખામાં નામના ધરાવી ચૂકેલ શહેર વ્યપાર ની સાથે ભવ્ય મંદિરો ના વારસા માટે પણ જાણીતું છે શહેર ની ગલી એ ગલી માં ભગવાન ના મંદિરો આવેલા છે. અહી વસતા સનાતનીઓ માં આજે પણ હિંદુત્વ વીરતા અને જીવદયા સાથે સ્પષ્ટ જળવાઈ રહ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંડવી નગર દ્વારા સ્વામિનારાયણ મંદિર મધ્યે અયોધ્યા હનુમાનજી મહારાજની ગદા નું ભવ્ય સ્વાગત પૂજન કરવામાં આવ્યું

૧૪ જાન્યુઆરી ૨૦૨૪ માં જ્યારે ભારત દેશ માં અયોધ્યા નગરે શ્રી રામ ભગવાન મંદિર નું ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે ત્યારે આ રામ મંદિર માં કાયમ સ્થાયી રહેનાર હનુમાનજી મહારાજ ની પવિત્ર ગદા ૧૧ રાજ્યો અને ૧૧, ૧૧૧ કિલોમીટર પરિભ્રમણ કરી માંડવી નગર આવી ત્યારે VHP વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર ટીમ અને શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી નાં મહંત સ. ગુ. દેવકૃષ્ણ દાસજી અને વડીલ સંતશ્રી હરીદાસજી, મંડળ નાં સર્વે સંતો એમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી કાર્યકારી અધ્યક્ષ અજયભાઈ આસોડિયા, ઉપાધ્યક્ષ હેમાંગભાઈ કાનાણી, ઉપાધ્યક્ષ રામભાઈ જોશી, બજરંગદળ સંયોજક કલ્પેશસિંહ, ગૌરક્ષા સંયોજક નિતિનભાઈ જોશી, સારંગપુર સંયોજક સંજયભાઈ ગોસ્વામી અને સર્વે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા આ પવિત્ર ગદા નું ભવ્ય સ્વાગત, પૂજન અને સંતો દ્વારા મહિમા સમજવામાં આવ્યો.

VHP આજ નાં પવિત્ર અપરા એકાદશી નાં દિવસે માંડવી સ્વામિનારાયણ મંદિર માં મોટી સંખ્યા માં સત્સંગીઓ આ ગદા નું સ્વાગત અને પૂજન નું લાભ લીધો.

વિશ્વ હિન્દુ પરિષદ VHP માંડવી નગર નાં સત્સંગ પ્રમુખ નિર્મલકુમાર આસોડિયા સમગ્ર કાર્યક્રમ નું સંકલન કરી કાર્યક્રમ ને સફળ બનાવવા સક્રિય ફાળો ભજવ્યો.