રાપરના બંધ ઘરના તાળા તોડી તસ્કરોએ 1.91 લાખની તસ્કરી આચરી
રાપરમાં ચોરોએ દીનદહાડે ઘરમાં ઘૂસી 1,91,700ની તસ્કરી આચરી છૂમંતર થઈ જતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં દરજી સમાજવાડી ની સામે રહેતા અને ભચાઉમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા એવા ડાયા બાલાભાઈ રાઠોડ એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 14 -5 ના પોતાના પત્ની સાથે તેમના સાઢુભાઈ ના ઘરે સામાજિક પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાની દીકરીના ઘરે કઠલાલ ગયા હતા. ત્યારબાદ ફરિયાદી 18-5 ના ઘરે પરત ફરી તે જ દિવસે ભચાઉ મધ્યે પોતાની ફરજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ફરિયાદી ફરજ પરથી સાંજે ઘરે પરત આવતા તેમના ઘરના તાળા તૂટેલા નજરે પડ્યા હતા. જેથી ફરિયાદીએ અંદર જઈને તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર નજરે પડ્યો હતો. તેમજ મકાનમાંથી રોકડ રૂપિયા 40 હજાર, સોનાની ચેન, સોનાની વીંટી, ચાંદીના સાંકડા જોડી નંગ બેંગ ,સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા, ચાંદીની લક્ષ્મી માતાજી ની મૂર્તિ ,ચાંદીની નાના છોકરાઓની લકી નંગ 8 ,નાકવાળી, સોનાની બંગડી એમ કુલ રૂપિયા 1,91,700 ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.