ગાંધીધામમાં ચોરોનો આંતક: ધમધમતા વિસ્તારમા આવેલ મોબાઇલની દુકાનમાથી મોબાઈલ તથા રોકડ રૂપિયા મળી 94,500 ની તસ્કરી
ગાંધીધામમાં એફ સી આઇ રોડ પર આવેલ દુકાન નંબર 372, હરિઓમ મોબાઈલ નામની દુકાનમાં તસ્કરોએ દુકાનની બારી તોડી એક નવો મોબાઈલ તથા રીપેરીંગમાં આવેલ 15 મોબાઇલ અને રોકડા રૂપિયા 4500 મળી કુલ રૂપિયા 94,500ની ચોરી કરી નાસી ગયા હતા. ગાંધીધામના આવા ધમધમતા વિસ્તારમાં સોરી નો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે કરણ સંકલાલ ભાનુશાલીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ 10 -5 ના પોતાના પોતાના પરિવાર સાથે પોતાના વતન અબડાસા મધ્યે ગયા હતા. અબડાસા થી તા.19-5ના પરત ફરી પોતાના પિતા સાથે દુકાને આવતા દુકાનનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી દુકાનમાં તપાસ કરતાં કાઉન્ટર પર રાખલ એક નવો મોબાઈલ કિ.રૂ.15,000 તથા રીપેરીંગમાં આવેલ 15 મોબાઇલ કી.રૂ.75,000 અને રોકડ રૂપિયા 4500 એમ મળી કુલ કિંમત રૂપિયા 94,500 ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે