પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મચ્છીપીઠ પાસે આવતા તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે કુવાવાળી શેરીમાં રહેતો ચેતન ઉર્ફે મુરલી જોબનપુત્રા પોતાના કબજાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોળો પાડી ચેતન ઉર્ફે મુરલી ઉર્ફે પપ્પુ બાબુલાલ જોબનપુત્રા ઉંમર વર્ષ 43 અંજાર વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે રેણાક મકાનની જડતી તપાસ કરતા તિજોરીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 42 બોટલો મળી આવી હતી.પોલીસે આરોપીના કબજા માંથી 15 ,250 નો દારૂ નો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 15,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીને દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ આ દારૂ સુનિલ બળવંતભાઈ બારોટ અંજાર વાળો આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી સુનિલ બળવંતભાઈ બારોટ હાજર મળી આવ્યોન હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે