ભુજના સરપટનાકા પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરપટનાકા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સરપટનાકા પાસે ગલીમાં એક સફેદ કલરનું ટીશર્ટ પહેરેલ શખ્સ જાહેરમાં ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી સુલેમાન ઓશમાણ શેખ ઉંમર વર્ષ 29 વાળા ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સુલેમાન ઓસમાણ શેખ પાસેથી એક ડાયરી પેન તથા રોકડા રૂપિયા 580 નો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- સુલેમાન ઓશમાણ શેખ ઉંમર વર્ષ 29 રહે. શેખ ફળિયું, ભુજ