મિરઝાપરમા દીનદહાડે ચોરે ઘરમાં પ્રવેશી રોકડ તથા દાગીના મળી 39,000ની ચોરી કરી પલાયન
આ અંગે રમેશ ભોગીલાલ ગોહિલ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ રેડીમેટ કાપડનો કારખાનું ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. તેઓ પોતાનું કારખાનું બંધ કરી ઘરે ગયેલ હતા અને તેમના પત્ની અને બાળકો નિરોણા મધ્યે ગયેલ હતા.
ફરિયાદી બીજા દિવસે સવારે પોતાના ઘરની તાળું માળી દસેક વાગ્યાના અરસામાં કારખાને જવા નીકળ્યા હતા. ફરિયાદીની કારખાને ગયા બાદ તબિયત લથડતા તેઓ દોઢેક કલાક બાદ 11:30 વાગ્યાના અરસામાં તેમને ત્યાં કામ કરતા મનોજ હરિલાલ શાહ સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘરે પરત ફરતા દરવાજાને લગાવેલ તાળું ખુલ્લું નજરે પડ્યું હતું. જેથી ઘરમાં જઈ તપાસ કરતા સર સામાન વેરવિખેર નજરે પડ્યો હતો. તેમજ તિજોરી ખુલી જોવા મળી હતી. જેથી ફરિયાદીએ તપાસ કરતા સોનાની અડધા તોલાની ચેન, ચુડી ચાંદીના સાંકડા, ચાંદીના ઝુડા તથા રોકડ રૂપિયા 15000 ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું ચોરીની આ ઘટના સવારે 10:00 વાગ્યા થી 11:30 વાગ્યા એટલે કે દોઢ કલાકના અરસામાં બની હતી. દીનદહાડે દોઢ કલાકના અરસામાં ચોર ચોરીને અંજામ આપી પલાયન થઈ જતાં વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.