ચાંદરાણી દૂધડેરીના કર્મીને માર મારતા બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજાર તાલુકાના ચાંદરાણી ગામમાં સરહદ ડેરીના જુનિયર ઈજનેરને માર મારતા ગામના સરપંચ પતિ ગોવિંદ હુમ્બલ સહિત અન્ય એક શખ્સ ભાવેશ હુંબલ વિરુદ્ધ દૂધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ચાંદરાણીમાં આવેલી સરહદ ડેરીમાં છેલ્લા ત્રણેક વર્ષ શ્રી જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા વૈભવ સુરેશ જાનીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું ગામના સરપંચ પતિ ગોવિંદ હુમ્બલ અને ભાવેશ હુંબલ અવારનવાર ડેરીએ આવતા હોવાથી તેઓ તેમને ઓળખે છે. બંને આરોપીઓ ગેટની બહાર ઊભા હતા અને અંદર આવવાનું જણાવતા ફરિયાદીએ તેમને ડેરીના નિયમ મુજબ રાત્રિના ભાગે કોઈને અંદર આવવાની પરવાનગી ન હોવાનું જણાવતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. અને ફરિયાદીને માર મારી બૂમ બેરિયરને નુકસાન પણ પહોચાડ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે