નાની ચિરઇમાં આવેલ કંપનીમાથી 21,000નો માલસામાન ચોરાયો…
ચિરઈના સર્વે નં.369માં આવેલ ગિરધારી કોક કંપનીમાં 21,000ના માલસામાનની ચોરી થઈ હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે કંપનીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મર્યાદ રામનાથ યાદવે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓને સવારે કંપનીના સુપરવાઇઝર ઇન્દ્રજીત અમરનાથ મોર્યાએ ફોન દ્વારા જણાવેલ કે, કંપનીના રસોડાનો દરવાજો તૂટેલ છે જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીએ ઘટના સ્થળે પહોચીતપાસ કરતાં રસોડાનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો તેમજ રસોડામાં રાખેલ ગેસની બોટલ નંગ 3 કિ.રૂ.6000 તથા શાકભાજી કાપવાનું ઇલેક્ટ્રીક મશીન કિ.રૂ.15,000મળી કુલ કિ.રૂ.21,000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.