પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ-ગાંધીધામ
ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં બે મકાનમાંથી એલ.સી.બી.એ રૂ।. ૧,૬૫,૯૦૦નો શરાબનો જથ્થો જપ્ત કર્યો, પરંતુ બે આરોપી પોલીસના સંકજામાં આવ્યા ન હતા.
જૂની સુંદરપુરીમાં રહેનાર મિલન ગોવિંદ પાતારિયા તથા તેની બાજુમાં રહેનાર પપ્પુ રામજી મહેશ્વરીના કબજાનાં મકાનમા પોલીસે દરોડો પાડ્યો હતો. પેટ્રોલિંગમાં દરમ્યાન મળેલ બાતમીના આધારે મિલન પાતારિયાના મકાન પાસે કાર્યવાહી કરવામાં આવતા તેનાં મકાનનો દરવાજો અડધો ખુલ્લો જોવા મળ્યો હતો. પોલીસે અંદર જઈ તપાસ કરતાં અંદરથી આઈસ મેજિક ગ્રીન એપલ ૭૫૦ એમ.એલ.ની ૨૨૨ બોટલ કિંમત રૂા. ૭૭,૭૦૦નો શરાબ મળી આવ્યો હતો, પરંતુ આરોપી મિલન ગોવિંદ પાતારિયા હાજર મળી આવ્યો ન હતો.
ઉપરાંત આ વરંડાની બાજુમા પપ્પુ મહેશ્વરીનાં મકાનમાં તપાસ કરતાં મકાનમાંથી આઈસ મેજિક ગ્રીન ભુજ, એપલ ૭૫૦ મિ.લી.ની ૨૫૨ આર.એમ.એસ બોટલ કિંમત રૂા. ૮૮,૨૦૦નો શરાબ મળી આવ્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી પપ્પુ મહેશ્વરી પણ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ કિ.રૂ. 1,65, 900નો શરાબ ઝડપી પાડી હાજર મળી ન આવેલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.