ચિત્રોડના પાંચ બંધ મકાનમાથી 2.69 લાખની તસ્કરી
રાપર તાલુકાના નુતન ચિત્રોડ ગામમાં પાંચ બંધ મકાનમાં તસ્કરોએ દીનદહાડે હાથ મારી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
નુતન ચિત્રોડ ગામમાં મકાન માલિક મુંબઈ તથા પુનામાં રહે છે, ચોરીની જાણ થતા સૌ કોઈ વતન દોડી આવ્યા હતા.
આ અંગે ફરિયાદ નોંધાવનાર વૃદ્ધ ફરિયાદી પદમાભાઈ ધરમશીભાઈ પટણીના બંધ મકાનના તાળા તોડી રોકડ રૂપિયા 45000 ચોરી જવાયા હતા. જ્યારે જીવતાભાઈ માના દુબારિયા ના ઘરમાંથી 80 હજાર રોકડા રૂપિયા ચાંદીના કામબી નંગ 2, ચાંદીનો જુડો કંદોરો ચાંદીના પાંચ ગ્લાસ ચાંદીના દેઢિયાની તસ્કરી કરવામાં આવી હતી. જ્યારે રાઘુભાઈ ગણેશા જત્રાના મકાનમાંથી રોકડા રૂપિયા 10000 સોનાની વીંટી તો તેજીબેન નારણ પટણીના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા 10000 અને ભગવાનજીભાઈ માવજીભાઈ પટણીના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા 600 એમ કુલ રૂપિયા 2,69,600ની ચોરીને અંજામ આપી તસ્કરો છૂમંતર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના 18- 5 ના સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યાના અરસામાં બનવા પામી હતી.