ભુજમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમ ભુજના 2 યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી હાજર મળી ન આવતા પકડમા આવ્યો ન હતો.

પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજ રઘુવંશીનગરમા રહેતો જિગર નીતિનભાઇ ચાવડા પોતાના મકાનમાં પોતાના મિત્ર અક્ષય ઇશ્વરભાઇ સોલંકી સાથે મળી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મકાનમાં રાખેલ છે અને હાલમાં વેચાણ કરવાની તજવીજમાં છે.

પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોક્ત બાતમી હકીકતવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી જિગર નીતિનભાઇ ચાવડા ઉ.વ.21 તથા અક્ષય ઉર્ફે અક્ષલ ઇશ્વરભાઇ સોલંકી ઉ.વ.21નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘરની તલાસી લેતા 600 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો.

પોલીસે પકડાયેલ બંને આરોપીને ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતાં આરોપીઓ પાર્ટનરશિપમાં ગાંજાનો વેપાર કરવા માંગતા હોવાનું તેમજ ભુજ ખાતે રહેતા હર્ષદ ઉર્ફે ચીનો જયંતિભાઈ રાઠોડ ગાંધીધામ કંડલા જતાં હાઇવે રોડ પાસે આવેલ કાર્ગો ઝૂપડામાથી એક શખ્સ પાસેથી 13,500ની કિમતનો ગાંજાનો જથ્થો ખરીધ્યો હોવાની કેફિયત આપી હતી. આ ગાંજાના જથ્થાની હેરફેર માટે જિગરની પ્લસર બાઇકનો ઉપયોગ કરાયો હોવાનું પણ આરોપીએ સ્વીકાર્યું હતું. જોકે દરોડા દરમિયાન આરોપી હર્ષદ ઉર્ફે ચીનો જયંતિભાઈ રાઠોડ હાજર મળી આવ્યો ન હતો.

પોલીસે આરોપી પાસેથી 600 ગ્રામ કિ.રૂ.6000નો ગાંજાનો જથ્થો 2 મોબાઈલ ફોન કિ.રૂ.10,000 તેમજ રોકડા રૂપિયા 1930 તથા ગાંજાના હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ પલ્સર બાઇક કિ.રૂ.50,000 મળી કુલ કિ.રૂ.67,930નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.