ભુજમાં જાહેરમાં મીલન બજારનો આંક ફેરનો જુગાર રમતા શખ્સને પકડી પાડતી એ.ડિવિઝન પોલીસ
ભુજ એ.ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, સુમરાડેલી ત્રણ રસ્તા પાસે રોડની સાઇડમાં જાહેરમાં એક લીલા કલરના શર્ટવાળો શખ્સ વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી મામદ ઉર્ફે મમલો ઈસ્માઈલ મમણને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડાયરી પેન તથા રોકડા રૂ.430 કબ્જે કરી જુગારધારા કલમ 12(એ)અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- મામદ ઉર્ફે મમલો ઈસ્માઈલ મમણ ઉ.વ. 26 રહે. ભુજ