કુકમામાં જાહેરમાં જુગાર રમતી 5 મહિલા તો લોડાઈમાં 3 જુગારીઓ ઝડપાયા…

કુકમામાં 5 પત્તાપ્રેમી મહિલા જ્યારે લોડાઈમાં જુગાર રમતા 3 જુગારીઓને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસને પેટ્રોલિગ દરમિયાન મળેલ બાતમીના આધારે કુકમાં વૈભવનગરમાં બુધાભાઈ આલાભાઈ મહેશ્વરીના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 5 મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. પોલીસે 5 આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 2,900 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.2000 મળી કુલ કિ.રૂ.4,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓ;

  1. નેનબાઈ બુધાભાઈ મહેશ્વરી ઉ.વ.45 રહે. કુકમા
  2. ભાવનાબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી ઉ.વ.50 રહે. કુકમાં
  3. જમીલાબેન અબ્દુલ્લસતાર અહેમાન ખલીફા ઉ.વ. 40 રહે. કુકમાં
  4. કાંતાબેન કિશોરભાઈ મનુભાઈ નારોલ ઉ.વ.45 રહે. કુકમાં
  5. હેતલબેન સુરેશભાઈ પુરલિયા ઉ.વ.21 રહે. કુકમાં

જ્યારે બીજો દરોડો લોડાઈ ગામની આંગણવાડી પાછળ બાવળોની ઝાડીઓમાં પાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા 3 ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 7450 કબ્જે કર્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. સુલતાન જુમા ગગડા ઉ.વ.30 રહે. લોડાઈ
  2. રહીમ ઈસ્માઈલ મણકા ઉ.વ.36 રહે.લોડાઈ
  3. અનવર મામદ ગગડા ઉ.વ.36 રહે. લોડાઈ