મુંબઈથી દારૂ લઈ આવનાર શખ્સને પકડી પાડી 48,650નો મુદ્દામાલ કબ્જે કરતી સાયબર ક્રાઇમ પોલીસ
મુંબઈથી દારૂ લઈ આવનાર શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી 31530નો શરાબ કબ્જે કર્યો હતો.
સાયબર ક્રાઇમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રકાશ રામચંદ આહુજા નામનો શખ્સ મુંબઈથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને હાલમાં અમદાવાદથી પટેલ ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી કચ્છ આવી રહ્યો છે અને હાલમાં બસ સામખીયારી ટોલ ગેટ પાર કરેલ છે. પોલીસ બાતમીના આધારે બસની વોચમાં હતી તે દરમિયાન બસ આવતા બસને અટકાવી ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આરોપીના થેલાની તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 31,530નો શરબનો જથ્થો, રોકડા રૂ. 7120 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.10000 મળી કુલ કિ.રૂ.48,650નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પકડાયેલ આરોપી:
- પ્રકાશ રામચંદ આહુજા ઉ.વ.65 રહે. મુંબઈ (મૂળ. આદિપુર)