ગાંધીધામમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા; 15,000નો મુદ્દામાલ જપ્ત

હાથ કડી

ગાંધીધામ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જી.આઈ.ડી.સીમાં એ.વી.જોષી વર્ક શોપની પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય પત્તાપ્રેમીઓ પાસેથી રોકડા રૂપિયા 15,000 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ 12 અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. મુસા ઈશાભાઈ કુંભાર ઉ.વ.65 રહે. ગાંધીધામ
  2. ધનજીભાઇ તેજપાલભાઈ કન્નર ઉ.વ.60 રહે. કિડાણા
  3. દાનાભાઈ બાબુભાઈ સુથાર ઉ.વ.53 રહે. ગાંધીધામ