ગાંધીધામમાં 124 બોટલ શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડતી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કારમાં હેરાફેરી થઈ રહેલ 43,400નો શરાબનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી હતી.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામમાં રહેતો મયુર ગણપતભાઈ સોલંકી ગ્રે કલરની GJ-12-BF-9020 ઇનોવા ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી સામખીયારીથી ગાંધીધામ તરફ આવી રહ્યો  છે. પોલીસે બાતમીના આધારે એ.વી. જોષી પુલીયા પાસે ગાડીની વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી ગાડી આવતા ગાડીને અટકાવી આરોપી મયુર ગણપતભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 124 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 43,400નો શરાબનો જથ્થો , 2 મોબાઈલ ફોન કિ.રૂ.20,000 તેમજ કાર કિ.રૂ.8,00,000 મળી કુલ કિ.રૂ. 8,63,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. મયુર ગણપતભાઈ સોલંકી ઉ.વ.45 રહે. ગાંધીધામ