અંતરજાળના રહેણાંક મકાનમાથી 14 હજારનો શરાબ ઝડપાયો
આદિપુર પોલીસે અંતરજાળગામના રહેણાક મકાનમાં દરોડો પાડી 41 બોટલ શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે અંતરજાળમાં રવેચીનગરમાં રહેતા જગદીશ આહીરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 41 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી જગદીશ જેસંગભાઈ આહિરની અટકાયત કરી 14,350નો શરાબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- જગદીશ જેસંગભાઈ આહિર ઉ.વ. 45 રહે. રવેચીનગર, અંતરજાળ