કિડાણાના રહેણાંક મકાનમાથી રોકડ રૂપિયા તથા સરસામાન મળી 16 હજારની તસ્કરી…
કિડાણામા તસ્કરો મકાનના તાળાં તોળી ઘરમાથી રોકડ રૂપિયા, ગેસનો બાટલો ઉપરાંત તેલના ડબ્બાની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે કિડાણામાં રહેતા ધનુબેન વેલજીભાઈ માંગલિયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઈ કાલે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના બાળકોને માતાના ઘરે મોકલી ફરિયાદી તથા તેમના પતિ નોકરીએ ગયા હતા. ફરિયાદી પોતાના પતિ સાથે સાંજના 6 વાગ્યે નોકરી પરથી પરત ફરતા ઘરનો દરવાજાનો તાળો તૂટેલ નજરે પડ્યો હતો. જેથી ઘરમાં જઈ તપાસ કરતાં કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો. કબાટમાં રહેલ રોકડ રૂપિયા 13,400 તથા ગેસનો બાટલો કી.રૂ.1500 ઉપરાંત તેલનો ડબ્બો કી.રૂ.1700 મળી કુલ કી.રૂ. 16,600ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરીની આ ઘટના સવારે સાડા સાતેક વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન બની હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.