છોટાપર ગામ પાસે બોલેરો ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
છોટાપર ગામ પાસે બોલેરો ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનોમાથી મળતી માહિતી અનુસાર ખાનાભાઈ મેમાભાઇ વાઘેલા સવારે નવેક વાગ્યાના અરસામાં પોતાની GJ-03-DE-2165 બાઇક દ્વારા રાપર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન છોટાપર ગામ પાસે પહોચતા સામેથી આવી રહેલ GJ-12-CP-5876ના બોલેરો ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇક ચાલક ખાનાભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ખાનાભાઈને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે આ અંગે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.