વાયોરમાં જુગાર રમતા 2 જુગારી ઝડપાયા: એક ફરાર
વાયોર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો.
વાયોર પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન વિકાસપુરમ કોલોની માર્કેટ પાછળ બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જયારે એક આરોપી બાવળોની ઝાડીનો લાભ લઈ નાસી જવામા સફળ રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.590નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- હકીમ ઉમર ઓઢેજા ઉ.વ.24 રહે. વાયોર
- રાજેશ મદનલાલ શિહોતે ઉ.વ.45 રહે. વાયોર
- છામામદ ઓસ્માણછા પિરજાદા રહે. વાયોર