ભુજ સીમમાં આવેલ વાડીમાંથી 175 મીટર વાયરની ચોરી

નાગોર ફાટક પાસે એસ.આર.પી. કંપની પાછળ આવેલી વાડીમાં ૭૫ હજારના વાયરની ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે મુદરા રોડ પર પ્રમુખ સ્વામી નગરમાં રહેતા જયેન્દ્ર વિશનજી ભાટિયા (ધમાણી)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમની વાડીમાં કામ કરતાં મયુર સોરઠિયાએ ફોન દ્વારા જણાવેલ કે  વાડી પર તસ્કરો ત્રાટક્યા હતા. મોટર સાથે લગાડેલા આશરે ૧૭૫ મીટર વાયર કાપી ચોરી કરી લઈ ગયેલ છે. ચોરીની આ ઘટના ગઈ કાલે સવારે 3 થી 5 વાગ્યા દરમિયાન બની હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી છે.