આદિપુરમાં જુગાર રમતા 4 જુગારી ઝડપાયા

હાથ કડી

આદિપુર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલની સામે અમુક શખ્સો જાહેરમાં ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડી 5,750નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. લાલજીભાઈ કેશવજી લુહાર ઉ.વ.26 રહે. મે.કુંભારડી
  2. શામજીભાઈ રામજીભાઈ બવા ઉ.વ.35 રહે. અંતરજાળ
  3. લક્ષ્મણ અશોકભાઈ શાખલા ઉ.વ.39 રહે. આદિપુર
  4. કિશોર અરજણભાઇ ગઢવી ઉ.વ.44 રહે. આદિપુર