પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ પૂર્વ-કચ્છ, ગાંધીધામ

ભચાઉ પોલીસ સ્ટાફ નવી મોટી ચિરઈ બ્રિજ પાસે વાહન ચેંકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન નવી મોટી ચિરઈ તરફથી એક સફેદ કલરની GJ-12-DA-0645વાળી અલ્ટો કારને ઇશારા વડે અટકાવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે ગાડી પૂરઝડપે વરસાણા ચાર રસ્તા તરફ હંકારી ધીધેલ. પોલીસે કારનો પીછો કરતાં કાર ચાલક પોતાના કબજાની કાર  યશોદાધામ બસ સ્ટેશન પાસે મુકીને નાસી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 60 બોટલો મળી આવી હતી. પોલીસે 22,500નો દારૂનો જથ્થો તથા ઉપરોક્ત અલ્ટો કાર મળી કુલ કી.રૂ.2,22,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે નાસી છૂટેલ આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ તળે કલમ 65(એ)(ઈ), 116(બી), 98(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.