કચ્છના પશ્સિમી દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વખત દ્રગ્સના બિનવારસી પેકેટો સલામતી દળોને મળી રહ્યા છે. આજે પણ આજ પ્રકારના ત્રણ પેકેટ BSFના જવાનોને હાથ લાગ્યા છે.

કચ્છના પશ્સિમી દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વખત દ્રગ્સના બિનવારસી પેકેટો સલામતી દળોને મળી રહ્યા છે. આજે પણ આજ પ્રકારના ત્રણ પેકેટ BSFના જવાનોને હાથ લાગ્યા છે. એપ્રિલ માસથી ગઈકાલ સુધીમાં ચરસના કુલ 29 પેકેટ અને અન્ય દવાઓના કુલ 6 પેકેટ મળી ચુક્યા છે. આમ બહુમૂલ્ય કિંમત ધરાવતા માદક પદાર્થના પેકેટો મળવાનો સીલસીલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આજે અબડાસા તાલુકાના જખૌ બંદરથી થોડે દુર લુણા બેટ પરથી BSF ના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન સંભવિત ચરસના ત્રણ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. હજુ પણ પેકેટો મળવાની સંભાવનાને લઈ સલામતી દળના જવાનો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

પશ્ચિમ કચ્છના સમુદ્રી વિસ્તારોમાંથી સમયાંતરે માદક દ્રવ્યોના પેકેટો BSF, પોલીસ અને સલામતી એજન્સીઓને હાથ લાગી ચુક્યા છે , આ વચ્ચે ચાલુ વર્ષના એપ્રિલ માસથી ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટો મળવાનો સીલસીલો શરૂ થયો છે. ગઈકાલે પણ લખપતના કોટેશ્વર નજીકના કોરી ક્રિક વિસ્તારમાંથી DOP નું એક પેકેટ મળી આવ્યું હતું, પેકેટને વધુ તપાસ BSF દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ફરી લુણા બેટ પરથી વધુ ત્રણ પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. હજુ તપાસ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ પેકેટો સમુન્દ્રના ઊંડા મોજા સાથે ધોવાઈને ભારતિય દરિયા કિનારે પહોંચી રહ્યાનું BSF તફથી જાહેર કરાયું હતું.