રવેચી મંદિર પાસેના સુદાણા પાસે એસ.ટી બસ પલ્ટી જતાં કંડક્ટર અને મહિલા પ્રવાસી ઈજાગ્રસ્ત
આજે સવારે રાપર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મંદિરથી રવાના થઈ સુદાણા તરફ જતી રાપર ડેપોની એસ.ટી બસ નંબર GJ 18 Z 1460 વાળી રવેચી સુદાણા સિંગલ પટ્ટીના માર્ગે પસાર થતી વેળાએ સામેથી આવતા પશુઓના ધણને બચાવવા જતાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ દરમિયાન જમીન ધસી પડતાં એસ.ટી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં બસના કંડક્ટર આનંદ લીંબાચીયા અને પ્રવાસી દિવાળીબેન રાયમલ કોળી નામ લના વૃધ્ધ મહિલાને મુંઢમારની ઈજા થઈ હતી.
રાપરના સુદાણા પાસે એસટી બસના અકસ્માતમાં ઘવાયેલા બંન્ને ઈજાગ્રસ્તોને રાપર સીએચસી ખાતે ખસદવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે રાપર એસ.ટી ડેપો મેનેજર જે.પી જોશીને સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અલબત્ત રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગની બને સાઇડની પટરી પથ્થર અને કાંકરીના બદલે માટીથી બનાવવામા આવી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો, તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારના માર્ગના કારણે અવારનવાર વાહન અકસ્માતની ઘટના બનતી રહે છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો લગભગ રોડ ની પટળીમા ભ્રષ્ટાચાર જોવા મળસે.